નિકાહ પછી કન્યાવિદાય પર ફૂલો નહીં, પથરા ફેંકાયા

23 June, 2026 02:37 PM IST  |  Meerut | Gujarati Mid-day Correspondent

સવારે જાન આવી અને બધાએ ધામધૂમથી રસમો પાર પાડી પરંતુ કોઈક વિધિ બાબતે વાંકું પડતાં વાત બગડી

કન્યાવિદાયનો સમય આવ્યો ત્યારે રાત પડી ગઈ હતી

મેરઠના પાબલી ખાસ નામના ગામમાં શનિવારે રાતે દુલ્હનની વિદાય દરમ્યાન વર અને કન્યા પક્ષ વચ્ચે મામલો બગડતાં કન્યા વિદાય સાવ કલ્પના પણ ન કરી હોય એવી થઈ ગઈ. વરપક્ષે કન્યા પક્ષના લોકો સાથે મારપીટ કરતાં ભાગદોડ મચી ગઈ એટલું જ નહીં, ભેગી થયેલી ભીડે જાનૈયાઓ પર પથ્થરબાજી કરવામાં પણ કોઈ કસર ન છોડી. ગામના પ્રધાન અસલમના દીકરા શાકિરની શાદી પાબલી ખાસ ગામની કન્યા સાથે થઈ રહી હતી. સવારે જાન આવી અને બધાએ ધામધૂમથી રસમો પાર પાડી પરંતુ કોઈક વિધિ બાબતે વાંકું પડતાં વાત બગડી. વડીલોએ મામલો શાંત પાડીને માંડ શાદી પૂરી કરી. જોકે કન્યાવિદાયનો સમય આવ્યો ત્યારે રાત પડી ગઈ હતી. વરપક્ષે નીકળવાના સમયે કન્યાના ભાઈ અને અન્ય પરિવારજનો સાથે હાથાપાઈ કરી લેતાં કન્યાપક્ષના લોકો પણ ઉશ્કેરાઈ ગયા. દુલ્હો તેની દુલ્હનને લઈને કાર ભગાવી જાય છે, પણ કન્યા પક્ષના લોકો તેમને રોકવા માટે એ કાર પર પણ પથ્થરમારો કરવા લાગે છે.

meerut viral videos offbeat news national news news