માત્ર ૧૨ કલાકનાં લગ્ન : સવારે લગ્ન નક્કી થયાં, બપોરે સાત ફેરા અને સુહાગરાત પહેલાં જ દુલ્હન નાસી ગઈ

07 February, 2025 12:20 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

વચેટિયા યુવકે ૩૫,૦૦૦ રૂપિયા લઈને આ લગ્ન નક્કી કરાવ્યાં હતાં અને દુલ્હનને સોનાની બે વીંટી તથા સોનાનું મંગળસૂત્ર લગ્નમાં પહેરાવવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

આગરામાં માત્ર ૧૨ કલાકનાં લગ્ન ચર્ચાનો વિષય બન્યાં છે. એક યુવકનાંસવારે મંદિરમાં લગ્ન નક્કી થયાં. બપોરે દુલ્હા-દુલ્હન સાત ફેરા લઈને પતિ-પત્ની બન્યાં અને સાંજે દુલ્હન ગાયબ થઈ ગઈ.

વચેટિયા યુવકે ૩૫,૦૦૦ રૂપિયા લઈને આ લગ્ન નક્કી કરાવ્યાં હતાં અને દુલ્હનને સોનાની બે વીંટી તથા સોનાનું મંગળસૂત્ર લગ્નમાં પહેરાવવામાં આવ્યું હતું. પોતાની બહેનને આવજો કહેવાના બહાને બહાર ગઈ અને બહેનની સાથે તે પોતે પણ ઑટોમાં બેસીને રફુચક્કર થઈ ગઈ. વરપક્ષના લોકોને શંકા જતાં તેમણે ઑટોરિક્ષાનો પીછો કર્યો હતો. વરરાજાના ઘરવાળાઓએ લગ્ન નક્કી કરાવનાર યુવક અને દુલ્હનના જીજાજીને પકડી લીધા અને પોલીસ-ફરિયાદ નોંધાવી છે. દુલ્હન અને તેની બહેન ફરાર છે.

agra national news news offbeat news