કન્યા દવા સમજીને ઍરપૉડ્સ ગળી ગઈ, થોડા કલાકો પછી પૉટી સાથે નીકળી ગયાં

28 May, 2026 01:11 PM IST  |  Boston | Gujarati Mid-day Correspondent

અમેરિકાના બૉસ્ટનમાં રહેતી કાર્લી બેલમર નામની ૨૭ વર્ષની એક યુવતીએ ભૂલથી ઍરપૉડ્સ ગળી લીધાં

ડૉક્ટરોએ કેટલીક દવાઓ આપી એ લેવાથી થોડા જ કલાકોમાં ઍરપૉડ્સ પૉટી સાથે નીકળી પણ ગયાં.

અમેરિકાના બૉસ્ટનમાં રહેતી કાર્લી બેલમર નામની ૨૭ વર્ષની એક યુવતીએ ભૂલથી ઍરપૉડ્સ ગળી લીધાં. એ પછી જે ફની સિચુએશન થઈ એનાથી હસવું કે રડવું એ કાર્લીને સમજાઈ નથી રહ્યું. વાત એમ હતી કે રાતના સમયે તેણે દવા ખાવાની હતી. તેના એક હાથમાં દવા હતી અને બીજા હાથમાં ઍરપૉડ્સ. ફટાફટ દવા લઈને બીજું કામ પતાવવાની ઉતાવળમાં તેણે ભૂલથી ઍરપૉડ્સ ફાકીને પાણી પી લીધું. ટચૂકડાં હોવાથી ઍરપૉડ્સ ગળા નીચે ઊતરી પણ ગયાં. ઍરપૉડ્સ તેના આઇફોન સાથે કનેક્ટેડ હતાં. પેટમાં અંદર પહોંચ્યા પછી પણ ઍરપૉર્ડ્સ આઇફોન સાથે કનેક્ટેડ હોવાથી જ્યારે તેણે પોતાના એક ફ્રેન્ડને મદદ માટે ફોન કર્યો તો એનો અવાજ પેટમાં ઊતરી ગયેલાં ઍરપૉડ્સમાંથી ઝીણો-ઝીણો સંભળાવા લાગ્યો. પોતાના દોસ્તનો અવાજ પેટમાંથી સંભળાય એ વાત ફની તો હતી જ, પણ ચિંતાજનક પણ. તેણે ફોનને ઍરપૉડ્સથી ડિસકનેક્ટ કરવાની ઉતાવળ કરવાને બદલે હૉસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવવાનું નક્કી કર્યું. હૉસ્પિટલમાં પહોંચીને ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે ઍરપૉડ્સ જઠરમાંથી પણ આગળ વધી ગયાં છે. નવાઈની વાત એ છે કે ડૉક્ટરોએ કેટલીક દવાઓ આપી એ લેવાથી થોડા જ કલાકોમાં ઍરપૉડ્સ પૉટી સાથે નીકળી પણ ગયાં.

offbeat news united states of america boston international news world news