✕

પ્રયોગો કરવા માટેનાં ગિની પિગની સૌંદર્યસ્પર્ધા થઈ

24 November, 2026 06:47 PM IST  |  South America | Gujarati Mid-day Correspondent

સાઉથ અમેરિકન દેશ બોલિવિયામાં ખાસ પ્રાણીઓનો અનોખો ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં કોઈ મોંઘાં પ્રાણીઓ નહોતાં પણ ઉંદરનો જ એક પ્રકાર ગણાતા ગિની પિગનો ફેસ્ટિવલ થયો હતો.

પ્રયોગો કરવા માટેનાં ગિની પિગની સૌંદર્યસ્પર્ધા થઈ

સાઉથ અમેરિકન દેશ બોલિવિયામાં ખાસ પ્રાણીઓનો અનોખો ફેસ્ટિવલ યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં કોઈ મોંઘાં પ્રાણીઓ નહોતાં પણ ઉંદરનો જ એક પ્રકાર ગણાતા ગિની પિગનો ફેસ્ટિવલ થયો હતો. પશ્ચિમના દેશોમાં મેડિકલ સંશોધનો માટે ગિની પિગનો ઉપયોગ પુષ્કળ થાય છે. દરેક નવી શોધ માટે હજારોની સંખ્યામાં ગિની પિગ્સ પેદા કરાય છે, ઉછેરાય છે અને બેરહેમ કહેવાય એવાં પ્રયોગો પણ તેમના પર જ થાય છે. જોકે બોલિવિયામાં લોકો ગિની પિગ પાળે છે અને ઘરમાં જ રાખે છે. અહીં ક્યુઈ તરીકે ઓળખાતાં ગિની પિગ્સના ઉછેર માટે જાગૃતિ લાવવા માટે વર્ષો પછી ફેસ્ટિવલ યોજાયો હતો. આ ટચૂકડા પ્રાણીઓ વચ્ચે રેસ થઈ, રૅમ્પ-વૉક પણ થયું અને વજનની પણ સ્પર્ધા થઈ. સૌથી ભારે અને સૌથી સુંદર ગિની પિગનાં અવૉર્ડ્સ અપાયા. એમાં સૌથી ભારે ક્યુઈનું વજન હતું અઢી કિલો. 
નવાઈની વાત એ છે કે બોલિવિયામાં લોકો ગિની પિગ પાળે પણ છે અને ખોરાકમાં પણ ઉપયોગ કરે છે. આ ઇવેન્ટમાં એક સંદેશ એ પણ આપવામાં આવ્યો હતો કે વધુને વધુ ગિની પિગ ઉછેરો અને ખાઓ, કેમ કે એની ન્યુટ્રિશનલ વૅલ્યુ અને ઇકૉનૉમિક વૅલ્યુ બન્ને વધારે છે. 

offbeat news united states of america world news international news food news