આકાશમાં જાણે ડાયનોસૉર ઊડવા માંડ્યો

31 December, 2022 08:17 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જેમ્સ આર્નોલ્ડે ચેશરમાં આ પ્રકારની કોઈ ઇમેજ કૅપ્ચર કરવા માટે સાત અઠવાડિયાં સુધી રાહ જોઈ હતી

તસવીર : વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જેમ્સ આર્નોલ્ડ

ઇંગ્લૅન્ડની ચેશર કાઉન્ટીના આકાશમાં સ્ટર્લિંગ પક્ષીનું એક ઝુંડ ટી-રેક્સ ડાયનોસૉરના આકારમાં ઊડતું જોવા મળ્યું હતું. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર જેમ્સ આર્નોલ્ડે ચેશરમાં આ પ્રકારની કોઈ ઇમેજ કૅપ્ચર કરવા માટે સાત અઠવાડિયાં સુધી રાહ જોઈ હતી.

સ્ટર્લિંગ પક્ષી

ટી-રેક્સ ડાયનોસૉર

વાસ્તવમાં સ્પેરોહૉક જેવા શિકારી પક્ષીનો સામનો કરવા અને એને ડરાવવા માટે જ સ્ટર્લિંગ પક્ષીઓ ઝુંડ બનાવીને ઊડે છે. સ્ટર્લિંગ પક્ષીઓના આ ઝુંડે એ પછી ડૉલ્ફિન અને સીલના આકાર પણ બનાવ્યા હતા.

offbeat news international news england