10 August, 2025 08:35 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિજનૌરમાં એક અજીબ ઘટના ઘટી. ચાર સંતાનોની મા દીકરાને પરણાવવા માટે છોકરી જોવા ગયેલી. જોકે એ ઘરમાં છોકરીનો મોટો ભાઈ તેને પસંદ પડી જતાં વાત આડે પાટે ચડી ગઈ. દીકરાનું સગપણ તો બાજુએ રહ્યું, પણ માએ છોકરીના મોટા ભાઈ સાથે પ્રેમનો પેચ લડાવી દીધો. બન્નેને એકમેક માટે પ્રેમની લાગણી ઊમટતાં બન્ને હડબડીમાં નિકાહ કરવા માટે ઘરેથી ભાગી ગયાં. મહિલાના પતિએ પોતાની પત્ની ગાયબ થઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં લખાવી હતી. જોકે થોડા દિવસ પછી તે મહિલા તેના પ્રેમી સાથે થાણે પહોંચી ગઈ અને નવા પ્રેમી સાથે જ રહીશ એવી જીદ પર અડગ રહી. બન્ને પરિવારોએ ખૂબ સમજાવ્યા છતાં પ્રેમી માન્યા નહીં. બન્નેએ સોગંદનામું લખી આપ્યું કે તેઓ લિવ-ઇનમાં રહેવા માગે છે.