ગાય દેખાડવાનું કહીને ઉપાડી ગયેલા યુવકને બંધક બનાવીને પરાણે પરણાવી દીધો

04 February, 2026 01:08 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

છોકરીનું કહેવું છે કે તે પહેલેથી આ યુવકને જાણીતી હતી અને તે તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી

દંપતી

બિહારમાં એક સમયે ‘પકડૌઆ શાદી’નું ચલણ ખૂબ હતું. જોકે આજે એકવીસમી સદીમાં પણ આવું થાય છે. ‘પકડૌઆ શાદી’ એટલે યુવકનું અપહરણ કરીને તેને બંદૂકના નાળચે પરાણે કન્યા સાથે પરણાવી દેવામાં આવે. કન્યા પક્ષે બહુ મોટું દહેજ આપવાની પ્રથામાંથી બચવા માટે પરિવારો આ પ્રકારે પરાણે લગ્નો કરાવતા હતા. જોકે તાજેતરમાં એક યુવાનની જબરદસ્તી શાદી કરાવવામાં આવી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. પીડિત છોકરાનું કહેવું છે કે તે તો ગાય ખરીદવા માગતો હતો. ખગડિયા ગામમાં કોઈ ખેડૂત ગાય વેચવા માગે છે એમ કહીને તેને ગામમાં બોલાવવામાં આવ્યો અને પછી રૂમમાં પૂરી દેવામાં આવ્યો. તે કંઈ સમજે એ પહેલાં તેને દુલ્હાની જેમ કપડાં પહેરાવીને મારી નાખવાની ધમકી આપીને લગ્નની રસમો કરાવવામાં આવી હતી. છોકરીનું કહેવું છે કે તે પહેલેથી આ યુવકને જાણીતી હતી અને તે તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી. છોકરીના કહેવા મુજબ છોકરો પણ ક્યારેક તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો. 

offbeat news bihar india national news