11 August, 2025 08:50 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ટીચર્સની ભાવુક વિદાય
બિહારના બેગુસરાયમાં એક સ્કૂલનાં બે ટીચર્સને સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓએ જબરદસ્ત ભાવવિભોર થઈ જવાય એવી વિદાય આપી હતી. આ બન્ને ટીચર્સને બિહાર પબ્લિક સર્વિસ સ્કૂલ દ્વારા બીજી સ્કૂલમાં હેડ ટીચર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. બન્ને તેમની કરીઅરમાં સારા અને ઊંચા પડાવ પર જઈ રહ્યાં હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ જે સ્કૂલમાં ભણાવતાં હતાં તે સ્ટુડન્ટ્સ સાથે તેમનો ખૂબ ઇમોશનલ નાતો જોડાઈ ગયો હતો. પોતાનાં ફેવરિટ ટીચર્સને સ્ટુડન્ટ્સે જાણે ગામની લાડકી દીકરીને વિદાય આપતા હોય એવી ભવ્ય વિદાય આપી હતી. જાણે ગોદભરાઈ થતી હોય એમ તેમને ગિફ્ટ આપવામાં આવી, તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી અને દુલ્હનની જેમ સજાવીને જ્યારે સ્કૂલમાંથી વિદાય આપવામાં આવી ત્યારે લિટરલી કન્યાવિદાય થઈ રહી હોય એવો ઇમોશનલ માહોલ થઈ ગયો હતો.