કેળાંનું શિલ્પ બન્યું હાજીપુરની ઓળખ

05 March, 2026 04:51 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

આ ગૌરવ હાજીપુરમાં પ્રવેશતાં જ જોવા મળે એ માટે કેળાંના ગુચ્છાનું એક ખાસ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્મારક એ ખેડૂતો માટે છે જેઓ કેળાંની ખેતી કરીને આ વિસ્તારની ઇકૉનૉમીનો એક મહત્ત્વનો હિસ્સો છે.

કેળાંનું શિલ્પ બન્યું હાજીપુરની ઓળખ

બિહારના વૈશાલી જિલ્લાના હાજીપુરનાં કેળાંને કેળાંનો રાજા કહેવાય છે. અહીં ચિનિયા કેળાં વિપુલ માત્રામાં થાય છે એટલું જ નહીં, એ ખૂબ ફેમસ પણ છે. હાજીપુરની ઓળખ જ આ કેળાં બની ગયાં છે અને એને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ આપવામાં આવ્યો એ અહીંના ખેડૂતો માટે ગર્વની વાત છે. આ ગૌરવ હાજીપુરમાં પ્રવેશતાં જ જોવા મળે એ માટે કેળાંના ગુચ્છાનું એક ખાસ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ સ્મારક એ ખેડૂતો માટે છે જેઓ કેળાંની ખેતી કરીને આ વિસ્તારની ઇકૉનૉમીનો એક મહત્ત્વનો હિસ્સો છે.

bihar national news gujarati mid day india