13 June, 2025 02:24 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
કળિયુગનો શ્રવણકુમાર
બિહારના કૈમુર ગામથી રાણા પ્રતાપ સિંહ નામના ભાઈએ પિતા મૃત્યુ પામ્યા એ પછી માની સેવા કરવાના પ્રણ લીધા છે. તેમણે ૯૦ વર્ષની માની ગંગાસ્નાન કરવાની ઇચ્છા પૂરી કરી હતી. રાણા પ્રતાપ સિંહની માનું નામ પિદંબરાદેવી છે. હવેની જનરેશન પેરન્ટ્સની સેવા કરતી હોય એવું તો ભાગ્યે જ બને છે, જ્યારે રાણા પ્રતાપ સિંહે માની સેવા કરવાનું બીડું ઝડપ્યું હતું. તેણે દર પૂર્ણિમા પર પોતાની માને ગંગામાં સ્નાન કરાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પની શરૂઆત તેમણે વટપૂર્ણિમાના દિવસથી કરી હતી. મમ્મી ચાલી શકે એમ ન હોવાથી તેઓ માને ખભે ઊંચકીને ગંગા કિનારે લાવ્યા હતા. ત્યાં માએ ગંગાસ્નાન કર્યું એ પછી તેમણે પિતાની ચરણપાદુકાની પૂજા કરી અને પછી માને લઈને કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં. માને ખભા પર બેસાડીને કાશીદર્શન કરાવ્યાં એ ઘટના આસપાસના લોકો માટે કુતૂહલનો વિષય બની ગઈ હતી.