૯૫ વર્ષનાં દાદીની અંતિમ યાત્રામાં DJની ધૂન, ગાડીઓના કાફલા અને ડાન્સરોએ જમાવ્યો રંગ

29 April, 2026 03:03 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

શણગારેલી કારોનો કાફલો પણ ધીમે-ધીમે ચાલી રહ્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

બિહારના ભોજપુર જિલ્લાના શાહપુરમાં શુક્રવારે રોડ પર એક સરઘસ જેવું નીકળી રહ્યું હતું. પહેલી નજરે જાણે કોઈકની જાન કે વરઘોડો નીકળ્યો હોય એવો માહોલ હતો. DJનું મ્યુઝિક વાગતું હતું અને ડાન્સરો પાર્ટી-સૉન્ગ્સ પર ડાન્સ કરી રહ્યા હતા. શણગારેલી કારોનો કાફલો પણ ધીમે-ધીમે ચાલી રહ્યો હતો. કોઈ પણ વ્યક્તિ આને કોઈ વરઘોડો જ સમજી લે, પણ છેક છેલ્લે કેટલાક લોકો ખભા પર ઠાઠડી લઈને જઈ રહ્યા હતા. આ ૯૫ વર્ષનાં દાદીની અંતિમયાત્રા હતી. પૌત્રોએ લીલી વાડી મૂકીને ગયેલાં દાદીની અંતિમ વિદાયને યાદગાર બનાવવા માટે આ માહોલ બનાવ્યો હતો.

bihar uttar pradesh offbeat news national news news viral videos