બૅન્ગલોરના પાર્કમાં ક્લૉકવાઇઝ ચાલો, જૉગિંગ ન કરો, ગેમિંગ ન કરોનાં બોર્ડ લાગતાં આશ્ચર્યમાં મુકાયા જૉગર્સ

17 March, 2025 12:53 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ પાર્કમાં ચાલવા કે દોડવા માટે જે રસ્તો છે એ સાંકડો છે અને એના પર દોડી શકાય એવું પણ નથી. એની લંબાઈ ૨૦૦ મીટર છે.

બૅન્ગલોરના પાર્કમાં ક્લૉકવાઇઝ ચાલો, જૉગિંગ ન કરો, ગેમિંગ ન કરોનાં બોર્ડ લાગતાં આશ્ચર્યમાં મુકાયા જૉગર્સ

આપણા દેશમાં ઘણા પબ્લિક પાર્કમાં પાળેલાં પ્રાણીઓને લઈને જવાની મનાઈ હોય છે, ફૂલો ન તોડવાં કે કચરો ન ફેંકવો એવાં બોર્ડ પણ દેખાય છે, પણ બૅન્ગલોરના એક પાર્કમાં બોર્ડ લાગ્યું છે કે ‘નો જૉગિંગ’, ‘વૉક ઇન ક્લૉકવાઇઝ ડિરેક્શન’ અને ‘નો ગેમિંગ ઍક્ટિવિટીઝ’. આમ આ નિયમ હેઠળ જૉગિંગ કરવાની મનાઈ છે, લોકોને ઘડિયાળના કાંટા જેમ ફરે એ દિશામાં ચાલવાનું અને કોઈ ગેમિંગ-પ્રવૃત્તિ નહીં કરવાનું જણાવ્યું છે.

આ બોર્ડનો ફોટો સોશ્યલ મીડિયામાં ઑનલાઇન મૂકવામાં આવ્યા બાદ ઘણા લોકોએ એના સામે રોષ પ્રગટ કર્યો છે તો ઘણા લોકોએ એને યોગ્ય ગણાવ્યો છે. આવા લોકોનું કહેવું છે કે લોકો એક જ દિશામાં ચાલતા હોય તો કોઈ એકબીજા સાથે અથડાશે નહીં.

આ પાર્કમાં ચાલવા કે દોડવા માટે જે રસ્તો છે એ સાંકડો છે અને એના પર દોડી શકાય એવું પણ નથી. એની લંબાઈ ૨૦૦ મીટર છે.

bengaluru national park viral videos social media national news news offbeat news