મીઠાની ખાણમાં ૪૦૦ મીટર ઊંડે ભૂગર્ભમાં બન્યું છે સ્પા

04 June, 2019 09:26 AM IST  |  બેલારુસ

મીઠાની ખાણમાં ૪૦૦ મીટર ઊંડે ભૂગર્ભમાં બન્યું છે સ્પા

બેલારુસમાં મીઠાની ખાણો મેડિકલ ટૂરિઝમ માટે સહેલાણીઓને આકર્ષવાનું માધ્યમ બની છે. અહીં જમીનની અંદર મીઠાની ખાણમાં ૪૦૦ મીટર ઊંડે આવેલી ગુફામાં સ્પા બનાવેલું છે. એમાં રહીને સારવાર કરવા માટે દર વર્ષે ૪૦૦૦થી વધુ પર્યટકો આવે છે. બેલારરુસમાં નમક અને પોટૅશિયમનો સૌથી મોટો ભંડાર ધરાવતી ખાણો છે.

૧૯૯૧ની સાલમાં રાજધાની મિન્સ્કથી ૧૩૦ કિલોમીટર દૂર સાલીહૉર્સ્ક ગામમાં સ્પા બન્યું છે જે નૅશનલ સ્પીલિયોથેરપી ક્લિનિક નામે જાણીતું છે. આ સ્પામાં ૧૪ દિવસ સુધી રહેવાનું હોય છે. અહીં ટીવી-ઇન્ટરનેટ કશું જ નથી હોતું. લોકો જૉગિંગ, વૉકિંગ અને વૉલીબૉલ જેવી રમતો રમી શકે છે અને મીઠાની ખાણોમાં શાંતિથી બેસે છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના આ ગામમાં કોઈ ઘરને રંગબેરંગી પેઇન્ટ લગાવવામાં નથી આવતો

૧૪ દિવસની સારવાર માટે લગભગ ૭૦,૦૦૦ રૂપિયાનું પૅકેજ ઑફર કરવામાં આવે છે. ખાણમાં મંદ મધુર સંગીત વાગતું રહે છે અને દુનિયાની બીજી તમામ ગતિવિધિઓથી એ તમને અલિપ્ત કરી દે છે. અહીં અસ્થમા, ઍલર્જી અને શ્વાસની તકલીફો દૂર થતી હોવાનો દાવો થાય છે. જોકે વૈજ્ઞાનિકોએ એમાં કોઈ સમર્થન નથી આપ્યું.

offbeat news hatke news