પ્રેગ્નન્સી વખતે વધુ ભીખ મળતી હોવાથી મહિલા સાતમી વાર પ્રેગ્નન્ટ થઈ

26 October, 2024 03:17 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ભિક્ષુકો સામાન્ય નોકરિયાત કરતાં પણ વધુ એટલે કે મહિને ૯૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં ભીખ માગવી એ એક વ્યવસાય બની ગયો છે. લખનઉમાં મ્યુનિસિપિલ કૉર્પોરેશન, સમાજ કલ્યાણ વિભાગ અને જિલ્લા નગર વિકાસ નિગમે એક સર્વે કર્યો હતો. એમાં જાણવા મળ્યું કે ભિક્ષુકો સામાન્ય નોકરિયાત કરતાં પણ વધુ એટલે કે મહિને ૯૦ હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે. સર્વેમાં લખનઉમાં ૫૩૧૨ ભિક્ષુકો મળ્યા હતા. સૌથી વધુ ભીખ મહિલાઓને મળે છે. એમાંય સગર્ભા હોય, નાનું બાળક ખોળામાં રાખીને ભીખ માગતી હોય એવી મહિલાઓને રોજ ૩ હજાર જેટલી ભીખ મળે છે. આ કારણે એક મહિલા સાતમી વાર પ્રેગ્નન્ટ થઈ હોવાનું પણ સર્વેમાં જાણવા મળ્યું હતું. આ મહિલા મહિને ૮૦થી ૯૦ હજાર રૂપિયા કમાય છે. વૃદ્ધ અને બાળકો રોજના ૯૦૦ રૂપિયાથી બે હજાર જેટલું કમાય છે. આ માહિતીના આધારે અધિકારીઓએ ગણતરી કરી કે એક ભિક્ષુક રોજ સરેરાશ ૧૨૦૦ રૂપિયા કમાતો હોય તો બધા ભિક્ષુક ૬૩ લાખથી વધુ રૂપિયા માગીને કમાય છે. રૂપિયા ઉપરાંત ભિક્ષુકઓને ખાવાપીવાનું અને કપડાં પણ મળે છે. બારાબંકીના લેખપેડા બાગનો એક ભિક્ષુક છે અમન. તેની પાસે સ્માર્ટફોન પણ છે અને પૅન કાર્ડ પણ છે. એક ભિક્ષુકનું બૅન્કમાં ખાતું છે અને એમાં ૧૩ લાખ રૂપિયા જમા છે.

lucknow uttar pradesh offbeat news national news