રણની વચ્ચે ગુલાબી વીરડી જેવું પિન્ક ફ્રિજ મુકાયું છે નામિબિયામાં

23 June, 2025 11:57 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

નામિબ રણમાં ૨૦ મિનિટ સુધી ડ્રાઇવ કરીને અંદર જાઓ એ પછી અચાનક જ તમને દૂરથી ગુલાબી રંગનું ફ્રિજ અને પાસે બે ખુરસીઓ મુકેલી જોવા મળે છે. આ ચીજો બાર્બી થીમની છે

ગુલાબી રંગનું ફ્રિજ

ધરતી પરના સૌથી જૂના અને સૌથી સૂકા ગણાતા નામિબિયાના રણમાં ચોતરફ જ્યાં સૂકીભઠ ધરતી છે ત્યાં આંખ અને ગળાને ટાઠક આપે એવું ગુલાબી રંગનું ફ્રિજ અને પાસે બેસવાની ખુરસી મળે તો કેવું લાગે?

યસ, આવું તાજેતરમાં બન્યું છે. નામિબ રણમાં ૨૦ મિનિટ સુધી ડ્રાઇવ કરીને અંદર જાઓ એ પછી અચાનક જ તમને દૂરથી ગુલાબી રંગનું ફ્રિજ અને પાસે બે ખુરસીઓ મુકેલી જોવા મળે છે. આ ચીજો બાર્બી થીમની છે. આ ફ્રિજ ઠંડાં પીણાંથી ભરેલું છે અને વર્કિંગ પણ છે. રણમાં તરસ છિપાવવા માટે પાણી મળે તોય ભયો-ભયો કહેવાય ત્યાં ફ્રિજનું ઠંડું પીણું તરસ છિપાવવા મળે એ તો ખરેખર વીરડી જ કહેવાય. આ ફ્રિજ સોલર એનર્જી દ્વારા ચાલે છે. રણની આ જગ્યા એટલી ફેમસ થઈ ગઈ છે કે હવે ટૂરિસ્ટો રણમાં ખાસ આ જગ્યા શોધતા ત્યાં પહોંચી જાય છે. એને કારણે સાંજ પડતાં સુધીમાં એ વીરડી ખાલી થઈ જાય છે. ગુલાબી રંગનું ફ્રિજ એક ટેકરા પર મૂકેલું હોવાથી દૂરથી પણ એ દેખાય છે અને સૂકીભઠ ધરતીએ શણગાર કર્યો હોય એવું લાગે છે.

south africa international news news world news viral videos social media offbeat news