રાજસ્થાનમાં હોડીમાં બેસીને જાન આવી

14 December, 2025 01:40 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

૭ નાવડીઓમાં પાંચ કિલોમીટરની સફર કરીને જાન પોતાના ગંતવ્યસ્થાન બગેરા નામના ગામે પહોંચી હતી

નાવડીમાં લગ્નગીતો ગાતાં-ગાતાં ઉલ્લાસથી સફર કરતા જાનૈયાઓનાં મનમોહક દૃશ્યો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયાં હતાં. 

સામાન્ય રીતે જાનૈયાઓ લક્ઝરી બસ, ટ્રેન કે ઈવન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકૉપ્ટરમાં લગ્નસ્થળે પહોંચે એવું જોયું હશે. જોકે રાજસ્થાનના લાખોલા ગામમાં જાન રોડ પરથી નહીં, તળાવમાં નાવડીઓ લઈને આવી પહોંચી હતી. આ નાવડીઓને સજાવવામાં આવી હતી અને ૭ નાવડીઓમાં પાંચ કિલોમીટરની સફર કરીને જાન પોતાના ગંતવ્યસ્થાન બગેરા નામના ગામે પહોંચી હતી. બીજા છેડે DJ અને બૅન્ડની વ્યવસ્થા હતી. નાવડીમાં લગ્નગીતો ગાતાં-ગાતાં ઉલ્લાસથી સફર કરતા જાનૈયાઓનાં મનમોહક દૃશ્યો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયાં હતાં. 

offbeat news rajasthan national news india