10 July, 2026 10:48 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
ઝાડુ પર જ વાળીને એને તવા પરથી ઉતારી લેવામાં આવે છે
રોટલી બનાવવી એ કળા છે. જોકે બંગલાદેશમાં મળતી ફેમસ બરુન રોટી દેખાવમાં રૂમાલી રોટી જેવી છે અને એ બનાવવાની ખાસિયત પણ વિચિત્ર છે. અહીં ચૂલા પર લોખંડના તવા પર બનતી રોટલીને પકવવા માટે ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ચૂલા પરથી રોટલીને ફેરવવા માટે ચીપિયો કે મોટો તવેથો વાપરવામાં આવે, પરંતુ બંગલાદેશમાં બરુન રુટી તરીકે જાણીતી આ ઘઉંની પાતળી રોટલીને ચૂલા પર ફેરવવા માટે ઝાડુ વપરાય છે. મોટા ભાગે ખજૂરના પાંદડામાંથી બનતું સૉફ્ટ ટૂંકું ઝાડુ એમાં વપરાય છે. આ રોટલીને પાતળી બનાવવા માટે અહીં ખૂબ અટામણ વપરાય છે. એને તવા પર નાખ્યા પછી વધારાનો અટામણ ખંખેરી કાઢવા માટે ઝાડુ વપરાય છે. એ પછી રોટલીને ફેરવવા માટે અને દબાવીને ફુલાવવા માટે પણ ઝાડુ જ વપરાય છે. ઝાડુ પર જ વાળીને એને તવા પરથી ઉતારી લેવામાં આવે છે.
બંગલાદેશના ચટગાંવ અને ઢાકામાં રસ્તા પર આવેલા સ્ટૉલ્સમાં બરુન રુટી મળે છે એ મોટા ભાગે લંચ કે ડિનરમાં વપરાય છે. કેટલીક જગ્યાએ આ રોટલી મીઠા દૂધ કે રબડી સાથે સર્વ કરવામાં આવે છે.