બૅન્ગલોર બન્યું પિન્ક સિટી

25 March, 2023 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સોશ્યલ મીડિયા પર એક સુંદર વિડિયો જોવા મળી રહ્યો છે, જેમાં ગુલાબી ફૂલોથી સજેલા આ શહેરનો એરિયલ વ્યુ રજૂ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફર રાજા મોહને ટ‍્વિટર પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો.

બૅન્ગલોર બન્યું પિન્ક સિટી

ઇન્ડિયાના આઇટી હબ બૅન્ગલોરના માર્ગો અને એરિયલ વ્યુ હવે ફૂલગુલાબી જોવા મળે છે, જે ઇન્ડિયન સિલિકૉન વૅલીને આશ્ચર્યજનક સ્વરૂપ આપે છે. અનેક ફોટોગ્રાફ અને વિડિયોમાં બૅન્ગલોરના માર્ગો ગુલાબી ફૂલોથી મનમોહક જોવા મળે છે. હવે સોશ્યલ મીડિયા પર એક સુંદર વિડિયો જોવા મળી રહ્યો છે, જેમાં ગુલાબી ફૂલોથી સજેલા આ શહેરનો એરિયલ વ્યુ રજૂ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફર રાજા મોહને ટ‍્વિટર પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં ચેરી બ્લૉસમનાં વૃક્ષો પર ગુલાબી ફૂલોને કારણે મનમોહક બૅકડ્રૉપમાં પસાર થતી ટ્રેન જોવા મળે છે.

offbeat news bengaluru