16 June, 2025 01:24 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
નૅથ વિલ્ડ
ઑસ્ટ્રેલિયાનો નૅથ વિલ્ડ નામનો એક કાર્પેન્ટર પોતાની રેગ્યુલર સુથારીકામની જૉબ ઉપરાંત વીક-એન્ડમાં ટૉપલેસ વેઇટર અને સ્ટ્રિપર તરીકે પણ કામ કરી ચૂક્યો છે. મૅજિક મેન નામની સ્ટ્રિપ ક્લબમાં તે બહુ ફેમસ થવા લાગ્યો અને તેની રીલ્સને ઇન્સ્ટાગ્રામ પર પૉપ્યુલરિટી મળવા લાગી એટલે ૨૦૧૭માં તેણે પોતાની ફૅનક્લબની શરૂઆત પણ કરી દીધી. શરૂઆતમાં તો તે બહુ કન્ટ્રોલમાં રહેતો હતો. માત્ર ફોટોગ્રાફ્સ અને સેમી-નેકેડ શૉર્ટ વિડિયોઝ જ તે પોસ્ટ કરતો. જોકે એ પછી તેણે એવી કન્ટેન્ટ બનાવી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેના એક વિયર્ડ ફૅને તેને ફાર્ટ કરતો વિડિયો પોસ્ટ કરવાની રિક્વેસ્ટ મોકલી. શરૂઆતમાં તો નૅથભાઈએ ના પાડી, પણ વધુ ફૅન્સ તરફથી આ રિક્વેસ્ટ મળતાં તેણે એક વાર ફાર્ટ વિડિયો શૂટ કર્યો અને પોસ્ટ કર્યો. કોઈ માણસને વાછૂટ કરતો જોવામાં કે સાંભળવામાં લોકોને કેટલો રસ પડી શકે એમ છે એ તેના પહેલા જ ફાર્ટ વિડિયોના વાઇરલ વ્યુઝના આંકડા પરથી ખબર પડી શકે છે. એ વિડિયોના વ્યુઝ ૧૦ લાખને પાર થઈ ગયા. તેણે તો આ વિડિયો હવે પેઇડ કન્ટેન્ટ તરીકે ફાર્ટ વિડિયો રેકૉર્ડ કરવા શરૂ કર્યા છે. વાછૂટ કરતી વખતે તે પોતાના પિછવાડા પર માઇક મૂકે છે જેથી એનો અવાજ ઍમ્પ્લિફાય થઈને વિડિયોમાં સ્પષ્ટ સંભળાય. સોશ્યલ મીડિયા પર તે બીજા વિડિયો મૂકે છે, પણ વર્ષે ૨૦ લાખ રૂપિયા તો તે માત્ર ફાર્ટ વિડિયોમાંથી જ કમાય છે.