આ પીત્ઝામાં વપરાઈ છે ૧૫૪ પ્રકારની ચીઝ

12 April, 2019 08:42 AM IST  |  મેલબર્ન, ઓસ્ટ્રેલિયા

આ પીત્ઝામાં વપરાઈ છે ૧૫૪ પ્રકારની ચીઝ

ઓસ્ટ્રેલિયાના શેફે બનાવ્યો છે પિઝા

 ચીઝ કેટલા પ્રકારની હોય? આપણને કદાચ પાંચ-પંદર પ્રકારની ખબર પડશે, પણ ચીઝરસિયાઓને મજા પડી જાય એવો એક રેકૉર્ડ ઑસ્ટ્રેલિયામાં બન્યો છે. મેલબર્નમાં ૪૦૦ ગ્રેડી રેસ્ટોરાંના શેફ જૉની ફ્રાન્સેસ્કોએ એક સમયે ૯૯ પ્રકારની ચીઝ વાપરીને એક પીત્ઝા બનાવેલો અને ગિનેસ બુકમાં સૌથી વધુ વરાઇટીવાળી ચીઝ ધરાવતા પીત્ઝાનો વલ્ર્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો.

જોકે જૉનીભાઈના આ રેકૉર્ડને બીજા એક શેફે તોડી નાખ્યો હતો અને ૧૧૧ પ્રકારની વરાઇટીવાળી ચીઝનો પીત્ઝા બનાવતાં જૉનીભાઈ પાસેથી રેકૉર્ડ છીનવાઈ ગયો. આ વાત તેમનાથી કેમેય ખમાઈ નહીં. તેમણે નવેસરથી કમર કસી અને વધુ ને વધુ પ્રકારની ચીઝ એકઠી કરવાનું બીડું ઝડપ્યું. આખરે તાજેતરમાં તેમણે ૧૫૪ પ્રકારની ચીઝ વાપરીને પીત્ઝા બનાવ્યો હતો

જેણે તેમને ફરીથી ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડના હકદાર બનાવી દીધા. જૉની ફ્રાન્સેસ્કોએ આ પીત્ઝા વેચવાનું પણ શરૂ કર્યું છે અને પહેલા પાંચ દિવસમાં જ ૭૯૭ પીત્ઝા વેચ્યા હતા જે પણ બીજો એક રેકૉર્ડ બની શકે એમ છે.

આ પણ વાંચોઃ ૫ ફૂટના અજગરના અલ્સરની સારવાર કરે છે ૩ વર્ષની આ ટબૂકડી

offbeat news hatke news