14 December, 2025 01:53 PM IST | kashmir | Gujarati Mid-day Correspondent
સ્કી ડ્રૅગ લિફ્ટ
કાશ્મીરનું ગુલમર્ગ શિયાળાની સીઝનમાં સ્કીઇંગ ઍક્ટિવિટી માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઍક્ટિવિટી માટે હવે વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું શરૂ થયું છે. ગઈ કાલે ગુલમર્ગમાં એશિયાની સૌથી લાંબી સ્કી ડ્રૅગ લિફ્ટ શરૂ થઈ હતી. ૪૩૯૦ મીટરની ઊંચાઈએ લગભગ ૭૫૦ મીટર લાંબી લિફ્ટ બની છે, સાથે જ રોટેટિંગ કૉન્ફરન્સ હૉલ પણ બન્યો છે જે ગુલમર્ગને શિયાળામાં સ્પોર્ટ્સનું ગ્લોબલ હબ બનાવશે.