ઉત્તર પ્રદેશના હાથરસમાં હિંગ ઇઝ કિંગ

28 April, 2024 02:28 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

હાથરસ ૧૦૦ કરતાં વધારે વર્ષથી હિંગ માટે ફેમસ છે.

હાથરસ

નાનકડા ત્રાજવામાં હિંગ જોખી રહેલા વેપારીની તસવીર ઉત્તર પ્રદેશના હાથરસ શહેરની છે. હાલમાં અહીં હિંગના સોદાની સીઝન શરૂ થઈ છે. હાથરસની હિંગ દેશભરમાં વખણાય છે. અહીં અમુક પ્રકારની હિંગ ૩૫,૦૦૦ રૂપિયા કિલોના ભાવે પણ વેચાય છે. હાથરસ ૧૦૦ કરતાં વધારે વર્ષથી હિંગ માટે ફેમસ છે. અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન જેવા દેશોમાંથી કાચો માલ લાવીને અહીં હિંગ બનાવવામાં આવે છે.

આ હાથી છેલ્લાં પંચાવન વર્ષથી એકસાથે રહે છે

તામિલનાડુની મુદુમલઈ નામની જગ્યાએ આવેલા એલિફન્ટ કૅમ્પમાં ભામા નામની હાથણી અને કામચીની નામનો હાથી છેલ્લાં પંચાવન વર્ષથી એકસાથે રહે છે. ભામાની ઉંમર ૭૫ વર્ષ છે, જ્યારે કામચીની ૬૫ વર્ષનો છે. કૅમ્પમાં ૨૭ અન્ય હાથી છે, પણ આ બન્નેની જોડી લાજવાબ છે.

offbeat news uttar pradesh national news