ભંગાર ટ્યુબલાઇટમાંથી કલાકારે બનાવી એક અદ્ભુત કલાકૃતિ

29 June, 2026 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોને સોશ્યલ મીડિયા પર એટલો લોકપ્રિય થયો છે કે અત્યાર સુધીમાં એને ૭.૭૭ કરોડથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે,

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સામાન્ય રીતે જેને આપણે નકામો ભંગાર સમજીને ફેંકી દઈએ છીએ એવી એક જૂની અને ખરાબ ટ્યુબલાઇટને આ કલાકારે એવું નવું રૂપ આપ્યું છે કે જોનારા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કલાકારે ભંગાર ટ્યુબલાઇટના કાચનો ઉપયોગ કરીને એક સુંદર પક્ષી તૈયાર કર્યું છે, જેનો વિડિયો હાલ ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. કલાકાર સૌપ્રથમ જૂની ટ્યુબલાઇટની કિનારીઓને ખૂબ જ સાવધાનીપૂર્વક તોડીને કાચના ટુકડાઓને આગની જ્વાળાઓ પર પીગળાવીને એક પક્ષીનો આકાર આપે છે. તેની આ ઝીણવટભરી કારીગરી અને મહેનત જોઈને બધા તેના કૌશલ્યનાં વખાણ કરી રહ્યા છે. આ વિડિયોને સોશ્યલ મીડિયા પર એટલો લોકપ્રિય થયો છે કે અત્યાર સુધીમાં એને ૭.૭૭ કરોડથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે, જ્યારે અંદાજે ૧૯ લાખથી વધુ લોકોએ એને લાઇક કર્યો છે.

offbeat news national news india viral videos social media