મૅચમાં પ્લેયરને રનઆઉટ આપનારા અમ્પાયરને દર્શકે ચાકુ હુલાવીને મોતને ઘાટ ઉતાર્યો

08 April, 2026 12:10 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

૨૧ વર્ષના અમ્પાયર અજિત બાબુની કિશોર નામના દર્શકે ચાકુ હુલાવીને હત્યા કરી દીધી

૨૧ વર્ષના અમ્પાયર અજિત બાબુ

આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં એક લોકલ ક્રિકેટમૅચ દરમ્યાન એક નાનકડા રનઆઉટના વિવાદમાં એક વ્યક્તિનું ખૂન થઈ ગયું. ૨૧ વર્ષના અમ્પાયર અજિત બાબુની કિશોર નામના દર્શકે ચાકુ હુલાવીને હત્યા કરી દીધી. વાત એમ હતી કે રવિવારે સ્થાનિક ૩ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી. એમાં એક પ્લેયરને રનઆઉટ આપવાના મામલે ખેલાડીઓ અને બન્ને ટીમો વચ્ચે વિવાદ થઈ ગયો. બન્ને અમ્પાયરોએ મળીને આખરે વિવાદ સુલઝાવી લીધો, પરંતુ મૅચ જોવા આવનારા અને એક ટીમને સપોર્ટ કરનારા કિશોર નામના ૨૬ વર્ષના યુવકને લાગતું હતું કે અમ્પાયરે ચીટિંગ કરી છે. તેણે અમ્પાયરને ધમકી આપી કે મૅચ પૂરી થયા પછી હિસાબ સેટલ કરી લઈશ. તેણે મૅચ પત્યા પછી બન્ને અમ્પાયરો પર ચાકુથી હુમલો કર્યો હતો. અજિત બાબુને છાતીમાં ચાકુ વાગતાં તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. બીજા અમ્પાયરને પણ ઈજા થઈ હતી, પરંતુ તેનો જીવ બચી ગયો.

offbeat news andhra pradesh india national news murder case