પાણીમાં ચલાવી શકાય એવી ઇલેક્ટ્રિક બાઇક

20 October, 2022 11:11 AM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

૯૦૦૦ ડૉલર એટલે કે ૭.૪૬ લાખ રૂપિયામાં મળતી આ બાઇક પાણીમાં પણ ૧૨.૪ માઇલ પ્રતિ કલાકની (૨૦ કિલોમીટર પ્રતિ કલાક) ઝડપે ચલાવી શકાય છે

હાઇડ્રોફોઇલર એલએલ૩ નામક બાઇક

તાજેતરમાં બજારમાં એક નવી ઇલેક્ટ્રિક બાઇક આવી છે. ૯૦૦૦ ડૉલર એટલે કે ૭.૪૬ લાખ રૂપિયામાં મળતી આ બાઇક પાણીમાં પણ ૧૨.૪ માઇલ પ્રતિ કલાકની (૨૦ કિલોમીટર પ્રતિ કલાક) ઝડપે ચલાવી શકાય છે. ન્યુ ઝીલૅન્ડની કંપની મન્ટા-5  દ્વારા હાઇડ્રોફોઇલર એલએલ૩ નામક બાઇક લાવી છે. આ જ કંપનીએ વિશ્વની પહેલી હાઇડ્રોફોઇલ બાઇક બનાવી હતી. હાફ બાઇક-હાફ પ્લેન તરીકે જાણીતી આ બાઇકમાં તમારે શરૂઆતમાં પાણીમાં થોડોક સમય પેડલ મારવાં પડે. ત્યાર બાદ મોટરને કારણે બાઇક સ્પીડ પકડે છે. એસએલ૩ વર્ઝનમાં શરૂઆતમાં પણ પેડલ મારવાની જરૂર નથી. કંપનીએ કરેલા દાવા મુજબ નવા રાઇડર માત્ર ૪૦ મિનિટમાં જ એનો ઉપયોગ કરવાનું શીખી જાય છે. એસએલ૩ કાર્બન ફાઇબર અને ઍરક્રાફ્ટ-ગ્રેડ ઍલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યું છે. ૨૫૦૦ વૉટની ઇલેક્ટ્રિક મોટર ફિટ કરેલી છે. આ મૉડલનો કુલ રાઇડ સમય ૪.૫ કલાકનો છે. બાઇકને ઓછામાં ઓછા ત્રણ ફુટ પાણીની જરૂર પડે છે.

offbeat news new zealand international news wellington