રિયલ સ્પાઇડરમૅન: ૧૦૧ માળના બિલ્ડિંગ પર ૯૦ મિનિટમાં ચડી ગયો

26 January, 2026 10:27 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બિલ્ડિંગના મિનારા પર ચડી ગયા પછી તેને નીચેનો માહોલ કેવો લાગ્યો? ઍલેક્સને એવું જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે બે જ શબ્દ કહ્યા હતા, ‘અદ્ભુત અને અવિશ્વનસીય’.

ઍલેક્સ હૉનોલ્ડ

અમેરિકાના ફેમસ ફ્રીસ્ટાઇલ રૉક ક્લાઇમ્બર ઍલેક્સ હૉનોલ્ડે તાજેતરમાં તાઇવાનના જાણીતા તાઇપેઇ ૧૦૧ બિલ્ડિંગ પર ચડી જવાનું કારનામું કર્યું હતું. એ પણ કોઈ રસ્સી કે સેફ્ટીના સાધનોની મદદ વિના. આ બિલ્ડિંગ લગભગ ૫૦૮ મીટર ઊંચું છે. કાચના બનેલા આ હાઇરાઇઝ બિલ્ડિંગ પર ચડવા માટે ઍલેક્સે પોતાના હાથ અને પગ સિવાય બીજી કોઈ બહારની ચીજનો ઉપયોગ કર્યો નહોતો. ફ્રી સોલો ચડાઈ કરવા માટે જાણીતા ઍલેક્સના આ કારનામાને નેટફ્લિક્સ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. ૧૦૧ માળ ચડવા માટે તેને ૯૦ મિનિટનો સમય લાગ્યો હતો. વચ્ચે-વચ્ચે તે આરામથી બિલ્ડિંગનાં વચલાં છજાંઓ પર બેસીને આરામ પણ કરી લેતો હતો. બિલ્ડિંગના મિનારા પર ચડી ગયા પછી તેને નીચેનો માહોલ કેવો લાગ્યો? ઍલેક્સને એવું જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે બે જ શબ્દ કહ્યા હતા, ‘અદ્ભુત અને અવિશ્વનસીય’.તાઇવાનના સૌથી ઊંચા બિલ્ડિંગ તાઇપેઇ ૧૦૧ પર કોઈ દોરડા વિના પહેલી વાર ચડ્યું હતું.

offbeat news taiwan united states of america international news world news