ટ્રાફિક પોલીસે પકડ્યો બે ભૂંડને ખોળામાં બેસાડીને ટ્રક ચલાવતા ડ્રાઇવરને

31 March, 2019 09:54 AM IST  |  અમેરિકા

ટ્રાફિક પોલીસે પકડ્યો બે ભૂંડને ખોળામાં બેસાડીને ટ્રક ચલાવતા ડ્રાઇવરને

ભૂંડ પ્રત્યે આટલો બધો પ્રેમ!

અમેરિકાના મિનેસોતામાં એક ટ્રાફિક ઑફિસરે એક ડ્રાઇવરની તસવીરો ટ્વિટર પર અપલોડ કરી છે. એમાં ડ્રાઇવરના ખોળામાં બે ભૂંડ બેઠા છે. ટ્રાફિક મૉનિટરિંગ પોલીસને રોડ પરના કૅમેરામાં એવું સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ડ્રાઇવરને પોતાની ટ્રક એક લેનમાં ચલાવવામાં તકલીફ પડી રહી હતી. એને કારણે એક ચેકપોસ્ટ પાસે ટ્રાફિક પોલીસે ટ્રક રોકીને તપાસ કરવામાં આવી ત્યારે આ હકીકત બહાર આવી. આ ભાઈ પિક-અપ ટ્રક ચલાવતા હતા ત્યારે ૧૨૫ કિલોના ભૂંડને પોતાના ખોળામાં બેસાડેલું હતું. જરાક નજીકથી જોતાં મોટા ભૂંડની નીચે નાનું ભૂંડનું બચ્ચું પણ હતું.

આ પણ વાંચોઃ  ખરીદો... ખરીદો... ટાપુ ખરીદો માત્ર, 15.5 કરોડ રૂપિયામાં

કાઉન્ટીની પોલીસે સોશ્યલ મીડિયા પર લોકોને સવાલ પૂછ્યો છે કે આમ તો ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતો હોય કે અન્ય પ્રવૃત્તિમાં રત હોય ત્યારે તેને ફાઇન કરી શકાય, પણ શું બબ્બે ભૂંડ ખોળામાં બેસાડીને વાહન ચલાવતી વ્યક્તિને દંડ કરવો અયોગ્ય છે? ભલે સવાલ લોકોને પુછાયો હોય, પણ પોલીસે ઑલરેડી તેને અટકમાં લઈને તેની પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

offbeat news hatke news