યલો લેડી બહેનને પીળો રંગ એટલો ગમે છે કે તેમનું નામ પીળીબહેન હોવું જોઈએ

18 April, 2019 08:42 AM IST  |  અમેરિકા

યલો લેડી બહેનને પીળો રંગ એટલો ગમે છે કે તેમનું નામ પીળીબહેન હોવું જોઈએ

અમેરિકાની યલો લેડી

કોઈકને અમુક ચોક્કસ રંગ પ્રત્યે ખાસ લગાવ હોય છે, પણ જ્યારે તમને દરેક ચીજમાં એક જ રંગ વાપરવા માંડો તો એ વળગણ કહેવાય. અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહેતાં ૩૫ વર્ષનાં ઇલા લંડન નામનાં બહેનને પીળા રંગનું વળગણ છે. તેમનાં કપડાં, શૂઝ, પર્સ, બૅગ, ઍક્સેસરીઝ અને ઘરની સજાવટ સુધ્ધાં બધું જ પીળું હોય છે. છેલ્લાં સાત વર્ષમાં બહેનનો પીળા રંગનો લગાવ દિનપ્રતિદિન વધતો જ ચાલ્યો છે. આમ તો ઇલાને પીળા રંગનું લાઇકિંગ વારસામાં મળ્યું હતું, કેમ કે તેના પિતાને પણ આ રંગ બહુ વહાલો હતો.

જોકે તે જસ્ટ બે મહિનાની હતી ત્યારે જ પિતાનું મૃત્યુ થઈ ગયેલું. જોકે પપ્પાની તસવીરોમાં કપડાં અને ઍક્સેસરીઝમાં પીળા રંગનું આધિપત્ય ચોખ્ખું જણાતું હતું. જોકે બાળપણમાં ઇલાને પીળા રંગનું આવું વળગણ નહોતું. ૧૧ વર્ષ પહેલાં જ્યારે તેનાં લગ્ન થવાનાં હતાં ત્યારે કયા કલરની થીમ રાખવી એનો વિચાર કરતી વખતે તેના ફિયાન્સેએ પીળા રંગનું સજેશન આપ્યું હતું. ઇલાને એ બહુ ગમી ગયું. તેમણે વેડિંગમાં યલો રંગની થીમ રાખી અને બધાને એ બહુ ગમી.

આ પણ વાંચોઃ ચાઇનીઝ ખેડૂતો કૉક્રોચની ખેતી કરીને કમાય છે કરોડો રૂપિયા

એ પછી ધીમે-ધીમે તેને આ રંગનું ખેંચાણ થવા લાગ્યું. તેની ખરીદીમાં પીળા રંગની જ પસંદગીઓ થતી હતી. ઇલાનો દાવો છે કે છેલ્લાં ૭ વર્ષથી તેણે પીળા રંગને પોતાનું અભિન્ન અંગ બનાવી દીધો છે. પીળા સિવાયનું કશું પહેર્યું નથી. ઘરમાં ફર્નિચર, ડેકોરેશન, બેડશીટ્સ, દીવાલો બધું જ પીળું છે. ઇલાનું કહેવું છે કે યલો રંગ એ સનશાઇન છે અને યલોપ્રેમને કારણે લોકો તેને ‘મિસ સનશાઇન’ અથવા ‘ધ યલો લેડી’ કહીને બોલાવે છે.

offbeat news hatke news news