ફ્લાઇટ ઉડતાંની સાથે જ ઉખડ્યો પ્લેનનો દરવાજો, પછી જે થયું તે...

06 January, 2024 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફ્લાઈટનો દરવાજો ઉખડતા જ (Plane Door Blows Out) ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ હતો. વીડિયોમાં તેમનો ડર સ્પષ્ટ દેખાતો હતો. કેટલાક લોકો મુઠ્ઠીવાળીને ગભરાયેલા ડરેલા જોવા મળી રહ્યા છે.

પ્લેન માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

અલાસ્કા ઍરલાઈન્સની ફ્લાઈટનો દરવાજો ઉખડતા જ (Plane Door Blows Out) ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ હતો. વીડિયોમાં તેમનો ડર સ્પષ્ટ દેખાતો હતો. કેટલાક લોકો મુઠ્ઠીવાળીને ગભરાયેલા ડરેલા જોવા મળી રહ્યા છે.

અલાસ્કા ઍરલાઈન્સના બોઈંગ 737-9 મેક્સ વિમાન (Alaska Airlines Boeing)નો દરવાજો આજે ફ્લાઈટ ઉડવાની સાથે જ થોડીક મિનિટમાં હવામાં ઉડી ગયો. આ ઘટનાને જોઈને પ્લેનમાં હાજર પ્રવાસીઓને જાણે ડરને માર્યે બેભાન થતાં જોવા મળ્યા. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સેન્ટર-કેબિન નિકાસ દ્વાર વિમાનથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો. દરવાજો ઉખડતાની સાથે જ ત્યાં હાજક લોકો ડરને માર્યે થથરવા માંડ્યા. વીડિયોમાં તેમનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પ્રવાસીઓમાં ઉથલ-પાથલ સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલાક લોકો મુઠ્ઠીવાળીને ડરેલા, ગભરાયેલા હતા તો કેટલાક લોકો પોતાની ચિંતાની ચર્ચા એકબીજા સાથે કરવા માંડ્યા.

ફ્લાઇટનો દરવાજો કેવી રીતે બહાર આવ્યો? ચાલી રહી છે તપાસ
અલાસ્કા એરલાઈન્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, CA (કેલિફોર્નિયા) જતી AS1282એ આજે ​​સાંજે પ્રસ્થાન કર્યા પછી તરત જ એક ઘટનાનો અનુભવ કર્યો. ફ્લાઈટ પોર્ટલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 171 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે લેન્ડ થઈ હતી." અમે શું થયું તેની તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ તે ઉપલબ્ધ થશે તેમ વધુ માહિતી શેર કરીશું."

પ્લેનને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ મોકલવામાં આવ્યું પરત
યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે અલાસ્કા એરલાઈન્સ ફ્લાઈટ 1282 સાથે સંકળાયેલી ઘટનાની તપાસ કરી રહી છે. રિયલ-ટાઇમ એરક્રાફ્ટ મૂવમેન્ટ મોનિટર ફ્લાઇટ રડાર 24એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્લેન 16,325 ફૂટની ઊંચાઈએ પહોંચે તે પહેલાં તેને સુરક્ષિત રીતે પોર્ટલેન્ડ પરત કરવામાં આવ્યું હતું. આજની ઘટનામાં સામેલ બોઇંગ 737 મેક્સ 1 ઓક્ટોબર, 2023 ના રોજ અલાસ્કા એરલાઇન્સને પહોંચાડવામાં આવ્યું હતું. તેણે 11 નવેમ્બર, 2023 ના રોજ વ્યાવસાયિક સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કર્યું.

અલાસ્કાના વિમાનો પર દરવાજા સક્રિય થતા નથી - Flightradar24
Flightradar24એ જણાવ્યું હતું કે ત્યારથી પ્લેને માત્ર 145 ફ્લાઇટ્સ કરી છે. 737-9 મેક્સમાં પાંખોની પાછળ પાછળના કેબિન એક્ઝિટ ડોરનો સમાવેશ થાય છે. ક્લિયરન્સની જરૂરિયાતોને પહોંચી વળવા બેઠક વ્યવસ્થામાં તેને સક્રિય કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અલાસ્કા એરલાઇન્સના વિમાનોના દરવાજા સક્રિય નથી, પરંતુ કાયમી ધોરણે "પ્લગ" છે.

નોંધનીય છે કે આ પહેલા પણ એક પ્લેનનું ઈમરજન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. જો કે તેને માટેનું કારણે પ્લેનનો દરવાજો ઉડવાનું કે ઉખડી જવાનું નહોતું પણ પ્લેન બેઠેલા પેસેન્જરને ઝાડાં થઈ જવાનું હતું. પ્લેનમાં પેસેન્જરને ઝાડાં થઈ ગયા હોવાથી આખું પ્લેન ગંધાઈ ઉઠ્યું અને પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.

offbeat news viral videos national news international news