દુલ્હો ઍરકન્ડિશન્ડ રથમાં વરઘોડો લઈને નીકળ્યો

04 May, 2025 10:52 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

તાપમાન ૪૦-૪૨ ડિગ્રીને પાર થઈ ગયું છે અને બળબળતી ગરમીમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં લગ્નમાં મહાલવું પણ દુષ્કર થઈ ગયું છે.

દુલ્હો ઍરકન્ડિશન્ડ રથમાં વરઘોડો લઈને નીકળ્યો

તાપમાન ૪૦-૪૨ ડિગ્રીને પાર થઈ ગયું છે અને બળબળતી ગરમીમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં લગ્નમાં મહાલવું પણ દુષ્કર થઈ ગયું છે. જોકે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @shaadi_feel પર શૅર થયેલો એક વિડિયો ખૂબ હાસ્યાસ્પદ બન્યો છે. એમાં દુલ્હો રથમાં બેસીને પરણવા નીકળ્યો છે. ભારેખમ શેરવાનીમાં પરસેવે લથબથ થઈ જવાય એવી સ્થિતિમાં દુલ્હાએ જબરો જુગાડ લગાવ્યો છે. તે રથમાં તો બેઠો છે, પણ એ રથ ઍરકન્ડિશન્ડ ચેમ્બર જેવો છે. આજકાલ મોટર પર ચાલતા ડેકોરેટિવ રથ આવે છે એવા રથ પર ચેમ્બર બનાવીને એસી લગાવી દીધું છે. જોકે સોશ્યલ મીડિયા પર આ જુગાડ જોઈને લોકોએ લખ્યું હતું કે આવો તામઝામ કરવાને બદલે એસી કારમાં જ બેસી ગયો હોત તો શું ખોટું હતું?

પૅરા-સાઇક્લિંગવીરોએ વર્લ્ડ કપ રેસમાં કૌવત દાખવ્યું

બેલ્જિયમમાં છેલ્લા ચાર દિવસથી પૅરા-સાઇક્લિંગનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. વિવિધ કૅટેગરીમાં  સાઇકલવીરોએ હાથથી વ્હીલચૅરને દોડાવીને રોડ-રેસમાં ભાગ લીધો હતો. 

social media instagram viral videos national news news offbeat news