સ્નેક યોગ, ફફડાટ થતો હોય ત્યાં વળી ધ્યાન લાગતું હશે?

01 September, 2024 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેન્દ્રમાં જાતજાતના સાપ રાખવામાં આવ્યા છે અને યોગ કરવા માટે તમારે કોઈ સાપ પસંદ કરવાનો હોય છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

યોગ અને ધ્યાનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે પરંતુ તમે યોગનાં જુદાં-જુદાં આસન કરતા હો અને શરીર પર અજગર કે સાપ ફર્યા કરતો હોય તો? ફફડાટ થાય કે ધ્યાન લાગે એ નક્કી કરવું અઘરું થઈ પડે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો અપલોડ થયો છે. એમાં એક યુવતી યોગાસન કરી રહી છે અને શરીર પર અજગર સરકી રહ્યો છે. જેન નામની મહિલાએ પોસ્ટમાં લખ્યું છે કે આ કેન્દ્રમાં જાતજાતના સાપ રાખવામાં આવ્યા છે અને યોગ કરવા માટે તમારે કોઈ સાપ પસંદ કરવાનો હોય છે. એક કલાકના આ યોગ-સેશન પહેલાં ઇન્સ્ટ્રક્ટર અને સ્નેક-હૅન્ડલર તમને સાપ સાથે કેવી રીતે વર્તવું એ શીખવાડતા હોય છે.

offbeat news yoga viral videos social media