ટોક્યોના બિલ્ડિંગ પર સૌથી વિશાળ પ્રોજેક્શનનો વર્લ્ડ રેકૉર્ડ રચાયો

28 April, 2024 02:20 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ એને સૌથી વિશાળ પ્રોજેક્શન મૅપિંગ તરીકે માન્યતા આપી હતી.

ટોક્યો

ટોક્યોના એક સરકારી બિલ્ડિંગ પર શનિવારે રાતે જાણે ગૉડઝિલાનો અટૅક થયો હોય એવું દૃશ્ય પ્રોજેક્શન દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. ટૂરિઝમ વિભાગ દ્વારા યોજાયેલી ટોક્યો નાઇટ ઍન્ડ લાઇટ નામની ઇવેન્ટના ભાગરૂપ બિલ્ડિંગ પર ૧૦૦ મીટર ઊંચાઈ ધરાવતો ગૉડઝિલા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ એને સૌથી વિશાળ પ્રોજેક્શન મૅપિંગ તરીકે માન્યતા આપી હતી. સોશ્યલ મીડિયા પર આ ઇવેન્ટનો વિડિયો પણ વાઇરલ થયો હતો.

લંડનવાસીઓ ટ્વીડ સૂટ પહેરીને કેમ સાઇકલસવારી કરી રહ્યા છે?

ઓલ્ડ લંડનની શેરીઓમાં શનિવારે સંખ્યાબંધ લોકો ટ્વીડ નામે ઓળખાતા ખાસ પ્રકારના ઊનના સૂટ પહેરીને સાઇકલ ચલાવતા જોવા મળ્યા હતા. બ્રિટનમાં ખાસ કરીને સ્કૉટિશ અને આયરિશ લોકો ટ્વીડ વસ્ત્રો માટે જાણીતા છે. ૨૦૦૮માં મિત્રોના એક નાનકડા ગ્રુપે ટ્વીડ રન સાઇકલિંગ ઇવેન્ટ શરૂ કરી હતી. હવે દર વર્ષે આ ઇવેન્ટ યોજવામાં આવે છે અને સેંકડોની સંખ્યામાં લંડનવાસીઓ એમાં ભાગ લે છે.

બૉયફ્રેન્ડના કહેવાથી એક યુવતીએ લૉટરીની ટિકિટ ખરીદી

અમેરિકાના મૅરિલૅન્ડમાં ૨૦ એપ્રિલે બૉયફ્રેન્ડના કહેવાથી એક યુવતીએ લૉટરીની ટિકિટ ખરીદીને પર્સમાં મૂકી હતી એટલું જ નહીં, તે ભૂલી પણ ગઈ હતી. બાદમાં યાદ આવતાં ટિકિટનો નંબર ચેક કર્યો તો તેને ૪૧ લાખ રૂપિયાનું બમ્પર ઇનામ મળ્યું હતું.

offbeat news tokyo international news guinness book of world records