રણનું પ્રાણી સમુદ્રમાં

12 April, 2026 12:30 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મૅન્ગ્રોવ્ઝની વચ્ચેથી લાઇનબંધ ચાલતાં ઊંટોનું ડ્રોનથી લેવાયેલું દૃશ્ય પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય છતું કરે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

યુનાઇટેડ આરબ એમિરેટ્સના સમુદ્રમાં ચાલતાં ઊંટોનો એક વિડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. મૅન્ગ્રોવ્ઝની વચ્ચેથી લાઇનબંધ ચાલતાં ઊંટોનું ડ્રોનથી લેવાયેલું દૃશ્ય પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય છતું કરે છે. આ વિડિયો કન્ટેન્ટ ક્રીએટર નોરા અલ શમ્સીએ રેકૉર્ડ કર્યો છે. ખલીજ ટાઇમ્સ સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું ઉમ્મ-અલ-ક્વેઇન શહેરના દરિયાકિનારે ફરી રહી હતી ત્યારે મને આ દૃશ્ય જોવા મળ્યું. મને લાગ્યું કે આ નજારો હંમેશ માટે કૅમેરામાં કેદ કરવો જોઈએ કેમ કે એમાં પર્યાવરણની સુંદર ઝલક જોવા મળે છે.’

offbeat news united arab emirates wildlife international news world news