૧૨ અઠવાડિયાં સુધીની પ્રેગ્નન્સીને ગર્ભપાત માટેની ગોળી દ્વારા ઘરે જ અબૉર્ટ કરી શકાશે

31 August, 2024 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨ અઠવાડિયાં સુધીની પ્રેગ્નન્સી ગર્ભપાતની ગોળી લઈને ઘરે જ ટર્મિનેટ કરવામાં આવે તો એ સેફ રહે છે

પિલ્સ

ગર્ભપાત માટેની ગોળીઓ લઈને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાનું જેટલું સરળ છે એટલું જ કૉમ્પ્લીકેટેડ પણ. પ્રેગ્નન્સીનાં અમુક અઠવાડિયાં થઈ જાય એ પછી પિલ્સથી ગર્ભપાત કરાવવાથી કાં તો ભ્રૂણના અવશેષો પૂરેપૂરા બહાર નથી આવતા કાં ભ્રૂણ નાશ નથી પામતું. સ્વીડિશ રિસર્ચરોએ લગભગ ૪૩૫ મહિલાઓ પર ટ્રાયલ કરીને તારવ્યું છે કે ૧૨ અઠવાડિયાં સુધીની પ્રેગ્નન્સી ગર્ભપાતની ગોળી લઈને ઘરે જ ટર્મિનેટ કરવામાં આવે તો એ સેફ રહે છે. હૉસ્પિટલમાં ગર્ભપાતની ક્રિયાને કારણે સ્ત્રીઓમાં વધુ સ્ટ્રેસ પેદા થતો હોવાનું નોંધાયું છે. આ અભ્યાસ મેડિકલની લૅન્સેટ જર્નલમાં શુક્રવારે નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે મેડિકલ અબૉર્શનના ભાગરૂપે ઘરે જ ગર્ભપાતની ગોળી લઈ લેવામાં આવે તો ૧૨ વીકની પ્રેગ્નન્સી સલામતીપૂર્વક ટળી શકે છે અને એમાં સ્ત્રીઓમાં સાઇકોલૉજિકલ બદલાવો પણ હૉસ્પિટલના અબૉર્શન કરતાં ઓછા જોવા મળે છે. 

offbeat news life masala