પંખીઓના ઘરમાં જાયન્ટ સ્નેક

28 May, 2024 11:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ સાપને આઠ દાંત હોય છે અને એ મોટા અને બ્લેડ આકારના હોય છે

વાયરલ તસવીર

ઘણી વાર ઇન્ટરનેટ પર ઘણી ચીજો વાઇરલ થતી હોય છે એમ અમેરિકાના એક માણસે મૂકેલી બર્ડહાઉસની તસવીર વાઇરલ થઈ હતી. વેલેરિનોન નામના આ માણસે બર્ડહાઉસની તસવીર મૂકીને લખ્યું કે હું શાંતિથી મારા ઘરના બર્ડહાઉસમાં નાનાં બચ્ચાંઓને જોવા ગયો, પણ મેં જોયું કે એક કાળો લાંબો સાપ બર્ડહાઉસની ફરતે વીંટળાયેલો દેખાયો હતો. આ વાંચીને ઇન્ટરનેટ પર લોકોએ એને પછી શું થયું એના મેસેજ મોકલ્યા હતા અને બચ્યાં સલામત હતાં કે નહીં એની પૃચ્છા કરી હતી. જોકે તેણે લખ્યું કે મેં આ વાતની જાણ મારા ગ્રાન્ડફાધરને કરીને હું નોકરી પર જતો રહ્યો હતો. એ પછી તેણે એવી તસવીર પોસ્ટ કરી હતી જેમાં સાપ એક માણસના હાથમાં હોય. લોકોએ માની લીધું હતું કે આ તેના ગ્રાન્ડફાધર હશે. ઘણા લોકોએ તેને સાપ મારીને ખાઈ જવાની સલાહ આપી હતી. તાજેતરમાં થાઇલૅન્ડમાં એવા સાપની જાણકારી પ્રાપ્ત થઈ છે જે સીધા પથ્થરો ચડી શકે. આ સાપને આઠ દાંત હોય છે અને એ મોટા અને બ્લેડ આકારના હોય છે. એનો ઉપયોગ કરીને તેઓ સીધી ચડાઈ કરી શકતા હોય છે.

offbeat news social media viral videos united states of america