✕

૭૫ વર્ષના વડીલ સાથે ૩૦ વર્ષની છોકરી પડી પ્રેમમાં, પીઠી ચોળીને અને મેંદીની રસમ સાથે લગ્ન થયાં

16 October, 2026 03:23 PM IST  |  Uttar pradesh | Gujarati Mid-day Correspondent

બન્ને વચ્ચે ઉંમરમાં ૪૫ વર્ષનો તફાવત હોવા છતાં રાનીનું દિલ રામસુગુર પર આવી ગયું. રાનીનું કહેવું છે કે બહેનપણીના ઘરે આવતાં-જતાં મને રામસુગુર સાથે લગાવ થઈ ગયો અને તેમને પણ મારા માટે પ્રેમ હતો એવી મને ખબર પડી એટલે અમે સગાઈ કરવાનું નક્કી કર્યું.

રાની ના લગ્ન રામસુગુર સાથે થયા

ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં ૭૫ વર્ષના રામસુગુર અને ૩૦ વર્ષની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર રાની રાજપૂતની પ્રેમકહાણી અનોખી છે. રાની ઘણાં વર્ષોથી રામસુગુરની દીકરીની દોસ્ત હોવાથી તેમના ઘરમાં આવ-જા કરતી રહેતી હતી. બન્ને વચ્ચે ઉંમરમાં ૪૫ વર્ષનો તફાવત હોવા છતાં રાનીનું દિલ રામસુગુર પર આવી ગયું. રાનીનું કહેવું છે કે બહેનપણીના ઘરે આવતાં-જતાં મને રામસુગુર સાથે લગાવ થઈ ગયો અને તેમને પણ મારા માટે પ્રેમ હતો એવી મને ખબર પડી એટલે અમે સગાઈ કરવાનું નક્કી કર્યું. છેલ્લાં બે વર્ષથી તેમની વચ્ચે પ્રેમ હતો અને સગાઈ કરીને તેમણે એકબીજાનું મન ચકાસવા માટે ખાસ્સો સમય પણ જવા દીધો. હવે બન્નેનું મન પાકું થઈ જતાં લગ્ન લેવાયાં છે. આ લગ્ન પણ કંઈ માત્ર હારતોરા પહેરાવીને પૂરાં કરી દેવાય એવાં નથી. કન્યાએ તો ઠીક વડીલે પણ પીઠી ચોળી હતી અને મેંદીની રસમ ધામધૂમથી કરવામાં આવી હતી. રાની ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે અને લગ્નની તમામ વિધિઓ પણ સોશ્યલ મીડિયા પર મૂકી રહી છે.

instagram uttar pradesh social media offbeat news love story