ચોરી ન શકાય એવી ફિન્ગરપ્રિન્ટવાળી બૅગ આવી ગઈ છે

14 April, 2019 11:19 AM IST  | 

ચોરી ન શકાય એવી ફિન્ગરપ્રિન્ટવાળી બૅગ આવી ગઈ છે

ફિન્ગરપ્રિન્ટવાળી બૅગ આવી ગઈ

ક્યાંક ફરવા ગયા હો તો બૅગ ચોરાઈ જશે અથવા તો બૅગમાંથી કોઈ કીમતી સામાન કાઢી જશે એની ચિંતા રહેતી હોય છે. જોકે ઇટલીની અગાઝી નામની કંપનીએ ખભે ભરાવી શકાય એવી ખાસ બૅગ તૈયાર કરી છે જે ઍન્ટિ-થેફ્ટ ફિન્ગરપ્રિન્ટ લૉકિંગ સિસ્ટમ ધરાવે છે. આ બૅગ ફિન્ગરપ્રિન્ટની મદદથી જ ખોલી શકાય છે. એમાં લગભગ પંદર ખાનાં છે જેમાં ટ્રાવેલિંગ માટે જરૂરી તમામ ચીજો ગોઠવીને મૂકી શકાય એમ છે.

આ પણ વાંચો : લોકોને ચકિત કરવા પોસ્ટ કરી જાનલેવા કિસની તસવીર, પણ ઊલટી પસ્તાળ પડી

મોબાઇલ ફોન ચાર્જ કરવો હોય તો એ પૉઇન્ટ પણ આ બૅગમાં છે અને બટન દબાવતાં બૅગમાંથી ટૉર્ચ પણ પ્રગટે છે. આટલાંબધાં ફીચર્સ ધરાવતી ત્રણેક ટાઇપની બૅગો છે જેની કિંમત ૧૧,૦૦૦ રૂપિયાથી લઈને ૧૭,૦૦૦ રૂપિયા સુધીની છે.

offbeat news hatke news