96 વર્ષના દાદાજીએ 48 મિનિટમાં 42 મીટર ઊંડી ડૂબકી લગાવી

07 September, 2019 10:17 AM IST  | 

96 વર્ષના દાદાજીએ 48 મિનિટમાં 42 મીટર ઊંડી ડૂબકી લગાવી

96 વર્ષના દાદાજીએ 48 મિનિટમાં 42 મીટર ઊંડી ડૂબકી લગાવી

બીજા વિશ્વયુદ્ધમાં લડી ચૂકેલા પૂર્વસૈનિક રે. વુલેએ તેમના ૯૬મા જન્મદિવસની ઊજવણી અનોખી રીતે કરી અને તેમણે પોતાનો જ રેકૉર્ડ તોડી બતાવ્યો હતો. ૨૮ ઑગસ્ટે તેમણે અન્ય ૪૭ ડાઇવરોની સાથે ડૂબકી લગાવી હતી. આ વખતે તેઓ ૪૮ મિનિટમાં ૪૨.૪ મીટર ઊંડી ડૂબકી લગાવીને પાછા આવ્યા હતા. આટલી મોટી વયે સ્નૉર્કેલિંગ કરવાનું એ જબરું સાહસ છે. જોકે ૭૫ વર્ષની વય પછી તો તેમને સમુદ્રમાં ડૂબકી લગાવીને ફરવાનું બહુ જ ગમવા લાગ્યું હતું.

આ પણ વાંચો : દિલ્હીની રેસ્ટોરાંમાં પિરસાય છે આર્ટિકલ 370 થાળી, જાણો શું છે ખાસ

ત્રણેક વર્ષ પહેલાં તેમણે ૪૪ મિનિટમાં ૪૦.૬ મીટર ઊંડે સુધીની ડૂબકી મારી હતી. આ વખતે તેમણે પોતાનો જ રેકૉર્ડ તોડીને ૪૨.૪ મીટર ઊંડી ડૂબકીનો નવો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમના સાહસો પર હવે ડૉક્યુમેન્ટરી ફિલ્મ બની છે જેનું નામ છે ‘લાઇફ બિગિન્સ ઍટ ૯૦’.

offbeat news hatke news