દાદાજી કબરમાંથી બોલ્યા, મને બહાર કાઢો, અંદર બહુ અંધારું છે

17 October, 2019 10:39 AM IST  | 

દાદાજી કબરમાંથી બોલ્યા, મને બહાર કાઢો, અંદર બહુ અંધારું છે

મોત પછી સગાંસંબંધીઓને હસાવી જવા માટે દાદાજી કબરમાંથી બોલ્યા

ત્રણ વર્ષથી કૅન્સર સામે ઝઝૂમી રહેલા શે બ્રેડલે અનેક વાર પોતાનું મોત નજર સામે જ ઊભું છે એ જોઈ લીધેલું. તેને ખબર હતી કે હવે તે બહુ જીવવાનો નથી. મોત પછી લોકોને હસાવતા જવા માટે કંઈક કરવું જોઈએ એવું વિચારતા દાદાએ પોતાના દીકરાની મદદ લીધી. તેણે પોતાના અવાજમાં એક વૉઇસ રેકૉર્ડ બનાવી. જેમાં પોતે જાણે કબરમાં પુરાઈ ગયા હોય ત્યારે કબરમાંથી છેલ્લે બોલતાં હોય એવી કેટલીક લાઇનો રેકૉર્ડ કરાવી લીધી. શેભાઈએ દીકરાને કહેલું કે કૉફિન જ્યારે જમીનની અંદર ઊતરે ત્યારે આ રેકૉર્ડ ચોક્કસ વગાડજે. અલબત્ત, આ રેકૉર્ડિંગ પછી તો શે બ્રેડલ એક વર્ષ જીવ્યાં. આઠ ઑક્ટોબરે તેમણે અંતિમ શ્વાસ લીધા અને એ વખતે તેમના દીકરાએ દાદાની વાત યાદ રાખીને પેલી રેકૉર્ડ વગાડી. એમાં સંભળાયું, ‘અરે મને કોઈ બહાર કાઢો, અંદર બહુ અંધારું છે. શું આ પાદરી છે? હું શે બ્રેડલ બોલું છું, એક બૉક્સમાં બંધ છું.’.

આ પણ વાંચો : માત્ર પાછલા વ્હીલ પર 81 કિલોમીટર સાઇકલ ચલાવીને બનાવ્યો વિક્રમ

શરૂઆતમાં તો સગાંસંબંધીઓ મૃતકનો અવાજ કૉફિનમાંથી આવી રહ્યો છે એમ સમજીને બેબાકળા થઈ ગયા, પણ પછી જ્યારે ખબર પડી કે આ તો દીકરાએ કરેલું રેકૉર્ડિંગ છે ત્યારે બધા હસી પડ્યા.

offbeat news hatke news