આ હૉસ્પિટલના ડિલિવરી યુનિટમાં કામ કરતી તમામ નવેનવ નર્સ છે પ્રેગ્નન્ટ

27 March, 2019 12:50 PM IST  |  અમેરિકા

આ હૉસ્પિટલના ડિલિવરી યુનિટમાં કામ કરતી તમામ નવેનવ નર્સ છે પ્રેગ્નન્ટ

આ હૉસ્પિટલમાં કામ કરતી નવેનવ નર્સ હાલમાં પ્રેગ્નન્ટ

અમેરિકાના મેન રાજ્યના પોર્ટલૅન્ડ શહેરમાં આવેલા રાજ્યના સૌથી મોટા ગણાતા મેન મેડિકલ સેન્ટરે સોમવારે ફેસબુક અકાઉન્ટ પર એક તસવીર સાથે અનોખી જાહેરાત કરી હતી. વાત એમ છે કે આ હૉસ્પિટલના લેબર અને ડિલિવરી વિભાગમાં નવ નર્સ કામ કરે છે. બધી જ યંગ નર્સ છે અને જોગાનુજોગ એવો છે કે નવેનવ નર્સ હાલમાં પ્રેગ્નન્ટ છે. એપ્રિલ મહિનાથી લઈને જૂન મહિનાના અંત સુધીમાં બધાને ડિલિવરી આવે એમ છે.

આ પણ વાંચો : આ જાંબાઝે ફાટી નીકળેલા જ્વાળામુખી પરથી પૅરાગ્લાઇડિંગ કર્યું

બીજી મહિલાઓની ડિલિવરી કરાવતી બધી જ નર્સો એકસાથે મૅટરનિટી લીવ પર ઊતરી જાય એવી સંભાવના છે ત્યારે હૉસ્પિટલે બધી નસોર્ની રજાઓ માટે એક્સ્ટ્રા સ્ટાફની ગોઠવણી બીજા ડિપાર્ટમેન્ટમાંથી કરી લીધી છે. હૉસ્પિટલમાં વાતાવરણ એટલું સારું છે કે એપ્રિલ મહિનામાં જેમની ડિલિવરી છે એ નર્સો પણ કામે આવે છે અને તેમનું કહેવું છે કે એ લોકો અહીં કામ કરતાં-કરતાં જ પોતાની ડિલિવરી થઈ જાય એવું ઇચ્છે છે.

offbeat news hatke news