જિરાફના અનાથ નવજાત બચ્ચાંને ડૉગીએ દત્તક લીધું

27 November, 2019 09:37 AM IST  |  South Africa

જિરાફના અનાથ નવજાત બચ્ચાંને ડૉગીએ દત્તક લીધું

જુઓ જિરાફ અને ડૉગી વચ્ચે મિત્રતા

સાઉથ આફ્રિકાની વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરીમાં એક નવજાત જિરાફ અધિકારીઓને મળી આવ્યું હતું. જન્મને હજી માંડ બે જ દિવસ થયાં હોય એવું હતું. તેને લિમ્પોપો પ્રાંતના રાયનો ઑર્ફનએજમાં લાવવામાં આવ્યું. એ વખતે બચ્ચું કોમામાં સરી પડેલું હતું. જંગલી પ્રાણીને તેના જેવા જ કોઈ બીજા પ્રાણીની ઓથ મળવી જરૂરી હતી. અભયારણ્યના અધિકારીઓએ જિરાફબાળને શિકાર ન કરતા હોય એવા શ્વાનોની વચ્ચે રાખતાં એક શ્વાને બહુ સહજતાથી તેની સાથે કાળજીભર્યું વર્તન શરૂ કરી દીધું હતું. જિરાફબાળનું નામ પાડવામાં આવ્યું જૅઝ.

આ પણ વાંચો : સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

શ્વાનને આ જૅઝ સાથે એવી માયા બંધાઈ હતી કે એ કોમામાંથી બહાર ન આવ્યું ત્યાં સુધી તેણે ખાવાનું પણ છોડી દીધું હતું. ત્યારે જૅઝનું સ્વાસ્થ્ય રિકવરી પર છે. શ્વાન અને જૅઝ બન્ને સાથે જ ખાય છે, પીએ છે અને રમે છે. જોકે એક વાર જિરાફ સાજું થઈ જાય એ પછી એને ફરીથી જંગલમાં છોડી આવવામાં આવશે.

south africa offbeat news hatke news