જુઓ આંગળીના ટેરવે મુકી શકાય એવી સોનાની વર્લ્ડ કપની ટ્રૉફી

05 July, 2019 09:03 AM IST  |  કર્ણાટક

જુઓ આંગળીના ટેરવે મુકી શકાય એવી સોનાની વર્લ્ડ કપની ટ્રૉફી

સોનાની વર્લ્ડ કપની ટ્રૉફી

ક્રિકેટરસિયાઓની નજર લંડન ભણી છે અને વર્લ્ડ કપ ફીવર અત્યારે જોરમાં છે ત્યારે બેન્ગલોરમાં રહેતા નાગરાજ રેવાંકર નામના સોનીએ વિશ્વ કપની મિનિએચર ટ્રૉફી બનાવી છે. આ ટ્રૉફીની લંબાઈ ૧.૫ સેન્ટિમીટર છે અને વજન તો અડધા ગ્રામથી પણ ઓછું એટલે કે ૦.૪૯ ગ્રામ છે.

નાગરાજે હજી બુધવારે જ પોતાના આ ક્રીએશનને લોકો સમક્ષ રજૂ કર્યું હતું. ભારત સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી એ પછીથી આ સોનાની ટ્રૉફી જાહેર કરી હતી. આ મિનિએચર ટ્રૉફી એટલી ટચૂકડી છે કે આંગળીના ટેરવા પર રાખી શકાય છે અને જમીન પર પડી જાય તો શોધવી મુશ્કેલ થઈ જાય.

આ પણ વાંચો : રેસ્ટોરાંના મેનુમાં આઇટમનું નામ છે - માય ગર્લફ્રેન્ડ ઇઝ નૉટ હંગ્રી

ટ્વિટર પર આ ટ્રૉફી કોને આપવી જોઈએ એની ચર્ચા જાગી છે. કોઈક કહે છે કે એ પાકિસ્તાનને આપી દો તો કોઈક કહે છે અફઘાનિસ્તાનને. આવી કમેન્ટ્સ પાછળ એવું લાગે છે કે ટ્વિટરિયાઓને વિશ્વાસ છે કે ઇન્ડિયા તો રિયલ વર્લ્ડ કપ જ લઈ આવવાની છે ત્યારે આ મિનિએચરનું શું કામ છે?

karnataka offbeat news hatke news