૭૩ વર્ષનાં કૂલ દાદીએ કર્યું પૅરાગ્લાઇડિંગ

22 April, 2026 01:58 PM IST  |  Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

હિમાચલ પ્રદેશના બીર બિલિંગનો એક વિડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એમાં ૭૩ વર્ષનાં એક દાદી ખૂબ આરામથી આત્મવિશ્વાસ સાથે પૅરાગ્લાઇડિંગ એન્જૉય કરતાં દેખાય છે.

૭૩ વર્ષનાં કૂલ દાદીએ કર્યું પૅરાગ્લાઇડિંગ

હિમાચલ પ્રદેશના બીર બિલિંગનો એક વિડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એમાં ૭૩ વર્ષનાં એક દાદી ખૂબ આરામથી આત્મવિશ્વાસ સાથે પૅરાગ્લાઇડિંગ એન્જૉય કરતાં દેખાય છે. આ વિડિયો પૅરાગ્લાઇડિંગ ઇન્સ્ટ્રક્ટર અરુણ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. પૅરાગ્લાઇડિંગ દરમ્યાન અરુણ સિંહ આ દાદીની સાથે હતો અને તેઓ હવામાં જ્યારે ઉપર હતાં ત્યારે તેણે દાદીનો ઇન્ટરવ્યુ પણ લીધો. હવામાં સેંકડો ફુટ ઊંચે દાદી એકદમ શાંતિથી રિલૅક્સ થઈને ઍડવેન્ચર માણી રહ્યાં હતાં. દાદી વિડિયોમાં કહે છે કે આ યુનિક એક્સપિરિયન્સ છે, મજા આવી. આ પહેલાં પણ તેમણે હવામાં ઊડવાનો અનુભવ લીધો છે. આ ઉંમરે દાદીની સાહસિક વૃત્તિ જોઈને લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી છે. 

offbeat news viral videos himachal pradesh national news india