મમ્મીએ ભીંડાની કઢી બનાવી, ૧૭ વર્ષના દીકરાએ ઘર છોડ્યું : નવી દિલ્હીથી પોલીસ પકડીને નાગપુર લાવી

17 July, 2025 01:11 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

૧૦ જુલાઈએ રાતે તેની મમ્મીએ ભીંડાની કઢી બનાવી હોવાથી તેની સાથે ભારે દલીલ કર્યા બાદ તે ગુસ્સામાં ઘરેથી ચાલ્યો ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

નાગપુરમાં ૧૭ વર્ષનો એક છોકરો તેની મમ્મીએ ઘરમાં ભીંડાની કઢી બનાવી હોવાથી ગુસ્સે ભરાઈને ૧૦ જુલાઈએ રાતે ૧૧ વાગ્યે ઘરેથી નાસી ગયો હતો. જોકે નાગપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તેને દિલ્હીમાં શોધી કાઢ્યો હતો અને નાગપુર લઈ આવ્યા હતા. આ છોકરાના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેણે હમણાં જ બારમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને કૉલેજમાં ઍડ્‍‍મિશનની તૈયારી કરી રહ્યો હતો. તેને ભીંડા નથી ભાવતા અને ઘણી વાર ભીંડાના શાક કે ભીંડામાંથી બનતી કોઈ વાનગી ઘરે બને ત્યારે તે મમ્મી સાથે ઝઘડો કરતો હતો. ૧૦ જુલાઈએ રાતે તેની મમ્મીએ ભીંડાની કઢી બનાવી હોવાથી તેની સાથે ભારે દલીલ કર્યા બાદ તે ગુસ્સામાં ઘરેથી ચાલ્યો ગયો હતો અને નાગપુરથી દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો હતો. જોકે મહિલા પોલીસ અધિકારી લલિતા તોડસેની ટીમે દિલ્હીમાં સંપર્ક કરીને આ છોકરાને પકડી લીધો હતો.

nagpur food news mumbai new delhi offbeat news social media mental health