26 August, 2025 09:39 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
હરિઓમ
બિહારના દરભંગામાં ૧૫ વર્ષનો હરિઓમ નામનો ૧૧મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચર્ચામાં છે. તેની હાઇટ અત્યારે જ ૭ ફુટ જેટલી છે જેને કારણે લોકોમાં જબરું આશ્ચર્ય છે. હરિઓમને આગળ જતાં પોલીસમાં ભરતી થવું છે. હરિઓમના પરિવારના લોકોની લંબાઈ સામાન્ય છે ત્યારે નવાઈ એ વાતની છે કે તેની હાઇટ કેમ આટલીબધી છે? જોકે હરિઓમના પપ્પાએ દીકરો ઘરમાં શાંતિ અને સુકૂન સાથે રહી શકે એ માટે ઘરની ડિઝાઇન બદલવી પડી છે. બેડરૂમ, બાથરૂમ અને કિચન જેવા એરિયાની હાઇટ વધારવી પડી છે. તેને માટે ખાસ બેડ બનાવડાવ્યો છે જે સાડાસાત ફુટ લાંબો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં તેની હાઇટ ખૂબ વધી ગઈ છે. બાળપણ કે કિશોરાવસ્થામાં લાગતું નહોતું કે તેની હાઇટ આટલીબધી વધશે.