‘ટાઇમ’ મૅગેઝિનનો ‘કિડ ઑફ ધ યર’ ૧૫ વર્ષનો અમેરિકન વિજ્ઞાની

19 August, 2024 12:27 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એક અસાધારણ યુવાન અને પાંચ સન્માનિત વ્યક્તિનું ભવિષ્યની આશા તરીકે સન્માન કરવામાં આવ્યું છે.

૧૫ વર્ષનો બાળવિજ્ઞાની હેમન બેકેલે

પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મૅગેઝિને ૨૦૨૪ની ‘કિડ ઑફ ધ યર’ની જાહેરાત કરી છે. એક અસાધારણ યુવાન અને પાંચ સન્માનિત વ્યક્તિનું ભવિષ્યની આશા તરીકે સન્માન કરવામાં આવ્યું છે. સન્માનિતોમાં વર્જિનિયાનો ૧૫ વર્ષનો બાળવિજ્ઞાની હેમન બેકેલે પણ છે. આ નાનકડા વિજ્ઞાનીએ કમ્પાઉન્ડ બેઝ્‍ડ સાબુ બનાવ્યો છે અને આ સાબુ માત્ર નાહવા પૂરતો જ કામનો નથી, પણ ભવિષ્યમાં ચામડીના કૅન્સરની સારવાર માટેનો સાવ નવો અને વધુ સરળ વિકલ્પ પણ બની શકે છે. ૨૦૨૪નાં અન્ય પાંચ ‘કિડ ઑફ ધ યર’માં ઇનોવેટર શાન્યા ગિલ, વકીલ માધવી ચિત્તુર, વકીલ જૉર્ડન સુકાટો, અભિનેતા કીવોન વુડાર્ડ અને ઑન્ટ્રપ્રનરલ ડોમ પેકોરા છે.

offbeat news time magazine international news united states of america washington