૧૧ વર્ષના છોકરાએ ઉડાડ્યું પ્લેન

28 March, 2026 01:22 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

૭ વર્ષની ઉંમરથી તેણે પ્લેન ઉડાડવાનું શીખવાનું શરૂ કર્યું હતું અને હવે ૧૧ વર્ષે તે ઘણા આત્મવિશ્વાસ અને કન્ટ્રોલ સાથે પ્લેન ફ્લાય કરે છે.

આ વિડિયોમાં રિશી કૅલિફૉર્નિયાના ટ્રેઇન‌િંગ સેન્ટર પાસે વિમાનને ટચ ઍન્ડ ગો લૅન્ડિંગ કરાવે છે

સોશ્યલ મીડિયા પર ૧૧ વર્ષનો એક છોકરો પ્લેન ઉડાડતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. આ સાચો છે. અમેરિકાના કૅલિફૉર્નિયાના ઑક્સનાર્ડ ઍરપોર્ટ પરથી આ છોકરાએ ટ્રેઇનરની મદદથી પ્લેનને ટચ ઍન્ડ ગો લૅન્ડિંગ કર્યું હતું. છોકરાનું નામ છે રિશી શર્મા. ભલે તે હજી ૧૧ વર્ષનો જ છે, પણ અત્યાર સુધીમાં તેણે ૪ વર્ષની ફ્લાઇંગની તાલીમ પૂરી કરી લીધી છે. ૭ વર્ષની ઉંમરથી તેણે પ્લેન ઉડાડવાનું શીખવાનું શરૂ કર્યું હતું અને હવે ૧૧ વર્ષે તે ઘણા આત્મવિશ્વાસ અને કન્ટ્રોલ સાથે પ્લેન ફ્લાય કરે છે. આ વિડિયોમાં રિશી કૅલિફૉર્નિયાના ટ્રેઇન‌િંગ સેન્ટર પાસે વિમાનને ટચ ઍન્ડ ગો લૅન્ડિંગ કરાવે છે. આ ફ્લાઇંગની અઘરી ટેક્નિક છે. એમાં હવામાં ઊડી રહેલા પ્લેનને રનવે કે કોઈ સ્થિર સપાટી પર ટચ કરાવીને ફરીથી ટેક-ઑફ કરી લેવાનું હોય છે. આ ટેક્નિક ખૂબ અનુભવી પાઇલટ્સ જ કરી શકે છે. અમેરિકાના નિયમ મુજબ લાઇસન્સ લઈને ફ્લાઇટ ઉડાડવા માટે મિનિમમ ૧૮ વર્ષ હોવાં જરૂરી છે, પરંતુ એથી નાની વયના લોકો પણ ટ્રેઇનિંગ લઈ શકે છે. તેઓ હંમેશાં ઇન્સ્ટ્રક્ટરની સાથે જ પ્લેન ઉડાડી શકે છે અને એ પણ લિ‌મિટેડ સીમાઓમાં. રિશી શર્માના પિતા પણ પાઇલટ છે અને તેમણે દીકરાને બાળપણથી જ પ્લેન ચલાવવા માટે પ્રોત્સાહિત કર્યો હોવાથી આટલી નાની ઉંમરે રિશી ખૂબ કુશળ પાઇલટની જેમ પ્લેન કન્ટ્રોલ કરી શકે છે.

california united states of america offbeat news international news world news