15 August, 2025 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જળચર માછલી હોય એમ ડૂબકી મારીને તરતાં દાદી
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે. એમાં એક વૃદ્ધ દાદી એક જળાશય જોઈને એમાં તરવા માટે તરવરાટ સાથે ઊતરી પડે છે. પહેલાં તો તેઓ ચાલીને પાણીમાં જાય છે અને જેવું પાણી કમરથી ઉપર જાય છે એટલે કોઈ જળચર માછલી હોય એમ ડૂબકી મારીને તરવા લાગે છે. તરતાં-તરતાં વાતો કરતાં જાય છે અને પછી તો તેઓ ઊલટા થઈને રિવર્સ સ્ટ્રોક સ્વિમિંગ પણ કરે છે. વિડિયોમાં દાવો થયો છે કે દાદી ૧૦૫ વર્ષનાં છે. જોકે એની ખરાઈ ક્યાંય નથી થઈ. એમ છતાં દાદીના લુક પરથી તેઓ ૮૦-૮૫ વર્ષનાં હોય એવું તો સ્પષ્ટ જણાય છે. દાદીને તરવરાટ સાથે તરવાની તેમની પ્રતિભાનું રાઝ પૂછો તો કહે છે કે સ્વચ્છ ભોજન, હું કદી માંસાહાર નથી કરતી અને સ્વસ્થ રહેવા રોજ સત્તુ પીઉં છું.