11 October, 2025 07:46 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ઝુબીન ગર્ગ
સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુના કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટનાની તપાસ માટે નીમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT)એ ફરી મોટી કાર્યવાહી કરીને સિંગરના પર્સનલ સિક્યૉરિટી ઑફિસરોની ધરપકડ કરી છે. આ એ બે લોકો છે જે સિંગરની સિક્યૉરિટી માટે ૨૪ કલાક પડછાયાની જેમ સાથે રહેતા. આ બેમાંથી એકનું નામ છે નંદેશ્વર બોરા અને બીજો છે પરેશ વૈશ્ય. SIT તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના બન્ને અંગત સુરક્ષાકર્મીઓને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ કેસ અંતર્ગત ૭ જણની ધરપકડ થઈ ચૂકી છે. છેલ્લે ઝુબીનના કઝિન બ્રધર સંદીપન ગર્ગની ધરપકડ થઈ હતી અને તેને આસામ પોલીસમાં DSP પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.