મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય માટે યુપીમાં શરૂ થયા પૂજાપાઠ

04 October, 2022 09:50 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

સૈફઈના કાર્યકરો અને ગ્રામીણોએ હનુમાન ચાલીસાના પાઠ તેમ જ સંકટમોચનના જાપ કરવા શરૂ કર્યા છે

યુપીમાં પૂજાપાઠ

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ  સિંહ યાદવની તબિયત ગઈ કાલે રાતે અચાનક ખરાબ થવાથી તેમને મેદાંતામાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશ અને ઉત્તર પ્રદેશના તેમના ચાહકો તેમ જ સૈફઈ ગામના લોકો પોતાના નેતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

સૈફઈના કાર્યકરો અને ગ્રામીણોએ હનુમાન ચાલીસાના પાઠ તેમ જ સંકટમોચનના જાપ કરવા શરૂ કર્યા છે. તેમનું કહેવું છે કે આ ગામ તેમની ભેટ છે અને તેઓ ફરી એક વાર સ્વસ્થ થઈને ગામ પાછા ફરશે. જોકે મુલાયમ સિંહ યાદવના ઘરે હાલમાં સન્નાટો છવાયો છે. પરિવારના લોકો મેદાંતા પહોંચી રહ્યા છે, જ્યારે કે સૈફઈના લોકો પોતાનાં ઘરોમાં નેતાજીના સ્વસ્થ થવાની દેવીમાને પ્રાર્થના કરી રહ્યા છે. વારાણસીમાં પણ હનુમાન મંદિરમાં મુલાયમ સિંહ યાદવ માટે મહામૃત્યુંજય અને ચામુંડા યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે. 

national news uttar pradesh mulayam singh yadav